KANANI KAUSHIK

લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ

આ બ્લૉગ શોધો

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર

ડૉ.ભીમરાવ આંબેડકર
A photo of Dr. Ambedkar during his years at Columbia, 1913-16.gif
ડૉ. ભીમરાવ આંબેડકર
જન્મની વિગત એપ્રિલ ૧૪, ૧૮૯૧[૧]
મહુ, મધ્ય પ્રદેશ, ભારત[૨]
મૃત્યુની વિગત ડિસેમ્બર ૬ ૧૯૫૬
દિલ્હી,ભારત[૩]
રહેઠાણ મુંબઈ
હુલામણું નામ બાબાસાહેબ
નાગરીકતા ભારતીય
અભ્યાસ એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી.[૪]
વ્યવસાય ભારતના પ્રથમ કાયદા પ્રધાન
વતન અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ખિતાબ ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત)
રાજકીય પક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા
ધર્મ બૌદ્ધ
જીવનસાથી રમાબાઈ આંબેડકર (૦૧)(૧૯૦૬)[૫]
સવિતા આંબેડકર(૦૨) (૧૯૪૮)[૬]
માતા-પિતા ભીમાબાઈ, રામજી સક્પાલ[૭]
હસ્તાક્ષર
Dr.ambedkar signature.jpg
વેબસાઇટ
http://www.ambedkar.org/
http://ambedkarfoundation.nic.in/
ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી. તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990મા નવાજવામા આવ્યા હતા.[૮] તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.
ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે,જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી[૯]

જન્મ અને બાળપણ

ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ[૧૦] (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ[૧૧] અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા[૧૨]. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

શિક્ષણ

ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ,ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

પ્રથમ ગોળમેજી પરિષદમાં

ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા.ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ ,મુસ્લિમ લીગ અને ડૉ.આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ .આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું.આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી .ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર.ઊંડી અસર કરી ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા .ડૉ.આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા .ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી.ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડૉ.આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા.બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ.આંબેડકર ઘણાજ અપ્રિય થયા .સમાચારપત્રોએ ડૉ.આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા.લંડન થી પાછા આવ્યા પછી ડૉ.આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અશંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.

લોકનેતા

તા . ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ મા બ્રિટીશ વડાપ્રધાને " કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં ડૉ.આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો.જે ડૉ આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ.આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી. હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે તા. ૨૪ સપ્ટેંબર ૧૯૩૨ માં 'પુના કરાર ' થયા, અને સમાધાન થયું. ગાંધીજીએ તા. ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા.ડૉ. આંબેડકર ને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે ,દાદર ,મુંબઈ માં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાયૉના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ.તા.૧ જુન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી.ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ) ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકર નું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા.ડૉ.આંબેડકરે સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મિ વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટ માં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી" ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા? " નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 03:04 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

GPSSB Talati cum Mantri Re-exam : | Provisional Answer key :(Jamnagar, Rajkot, Porbandar, Gandhinagar , Sabarkantha)

GPSSB Talati cum Mantri Re-Exam(23-08-2015) : | Provisional Answer key click here(Jamnagar, Rajkot, Porbandar, Gandhinagar , Sabarkantha)
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 01:53 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

GPSSB Talati Re-Exam Dates of All 07 Districts

GPSSB Talati Re-Exam Dates of All 07 Districts


GPSSB Talati Re-Exam Dates of All 07 Districts  :

Exam Dates :
1. Bhavnagar :  16-08-2015
2. Jamnagar : 23-08-2015 
3. Rajkot : 23-08-2015
4. Porbandar : 23-08-2015
5. Amreli : 16-08-2015
6. Gandhinagar : 23-08-2015 
7. Sabarkantha : 23-08-2015 (New)

આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 03:36 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ

 મારું ઘડતર – એ. પી. જે. અબ્દુલ કલામ

[‘અગનપંખ’માંથી કેટલાક અંશો સાભાર.]                                           સંકલન : કૌશિક કાનાણી

મારો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. મારા પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને મારી માતા, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે અમારા કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો અમારી સાથે જમતાં હતા.
મારાં માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. મારાં માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. હું અનેક સંતાનોમાંનો એક હતો. મારાં માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ હું ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. અમે ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ અમારા પૂર્વજોના ઘરમાં રહેતાં હતાં. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા મારા પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભૌતિક રીતે અને સાંવેગિક રીતે મારું બાળપણ પૂરું સલામત રહ્યું હતું. સામાન્ય રીતે હું ભોજન મારાં માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.

ભગવાન શંકરનું પ્રખ્યાત મંદિર, જેના કારણે રામેશ્વરમ યાત્રાળુઓ માટે પવિત્ર ધામ બન્યું હતું, અમારા ઘરથી દસ મિનિટના અંતરે હતું. અમારો વિસ્તાર મહદ અંશે મુસ્લિમ કુટુંબોનો હતો, પરંતુ ત્યાં થોડાં હિન્દુ કુટુંબો પણ વસતાં હતાં અને બધાં ખૂબ હળીમળીને રહેતાં હતાં. અમારા વિસ્તારમાં એક ખૂબ જૂની મસ્જિદ હતી. મારા પિતા મને દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શો થાય છે તેની મને કશી ખબર ન હતી; મને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદાને પહોંચે જ છે. જ્યારે મારા પિતા નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા, ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતા. ઘણા તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતા. આ પાણી પછી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું. મને એ પણ યાદ છે કે ઘણા લોકો પોતે સાજા થઈ ગયા બાદ મારા પિતા પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા. મારા પિતા માત્ર સ્મિત કરતા અને તેમને દયાળુ એવા પરવરદિગાર અલ્લાહનો આભાર માનવાનું કહેતા.
રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી મારા પિતાના ગાઢ દોસ્ત હતા. મારા બાળપણની જે મધુર અને સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એકમાં હું આ બે વડીલોને, તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગૂલ જોઈ શકું છું. જ્યારે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ, ત્યારે હું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. મારા પિતા મને જવાબ આપતા તેમ નમાજમાં કશું રહસ્યમય ન હતું. પ્રાર્થના તો, ઊલટી, લોકો વચ્ચે આત્મિક સંવાદને શક્ય બનાવે છે. ‘જ્યારે તમે પ્રાર્થના કરો છો’ તે કહેતા, ‘ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ, કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી હોતો.’ મારા પિતાની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ ગમે તેવા કઠિન ધાર્મિક વિચારોને ખૂબ સરળ અને વ્યવહારુ તામિલમાં સમજાવી શકતા. તેમણે એક વાર મને કહેલું, ‘પોતાના કાળમાં, પોતાના સ્થળમાં, પોતે જે વાસ્તવિક છે, અને શુભ-અશુભ જે સ્તરે પહોંચેલ છે, દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ ? જ્યારે મુશ્કેલીઓ આવે, ત્યારે આ પીડાઓનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.’
‘જે લોકો તમારી પાસે સહાય અને સલાહ લેવા આવે છે તેમને તમે શા માટે આ નથી કહેતા ?’ મેં મારા પિતાને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે મારા ખભા પર સ્નેહથી હાથ મૂકી અને મારી આંખોમાં આંખ પરોવી થોડી પળો સુધી કશો જવાબ ન આપ્યો, જાણે કે હું તેમને જવાબ સમજી શકીશ કે નહીં તેમ માનીને મારી શક્તિને તેઓ ચકાસતા હતા. પછી ધીમા, ઘેરા અવાજે બોલ્યા, જે ઉત્તરથી હું એક અદશ્ય શક્તિ અને ઉત્સાહથી ઊભરાઈ ગયો હતો : ‘જ્યારે જ્યારે મનુષ્યો પોતાને એકલા કે વિખૂટા અનુભવે છે, ત્યારે – સહજ પ્રત્યાઘાતરૂપે – તેઓ કોઈ સાથને શોધવાનો પ્રયત્ન કરે છે; જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે; જ્યારે કોઈ મડાગાંઠની પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે તેઓ કોઈ માર્ગદર્શકની શોધમાં રહે છે. ફરી ફરીને સર્જાતાં પીડા, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પોતપોતાના ખાસ મદદગારોને શોધી લેતાં હોય છે. દુઃખમાં ફસાયેલ જે લોકો મારી પાસે આવે છે, તેમના માટે હું, પ્રાર્થના અને અર્ચના વડે, તેમને સતાવતાં પાશવી તત્વોને શાંત કરવાના પ્રયાસોમાં માધ્યમ જ હોઉં છું. આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવું પણ નથી. વ્યક્તિએ નિયતિનાં ભયગ્રસ્ત દર્શન તથા એ દર્શન, જે આપણામાં રહેલ પૂર્ણતાને આડખીલીરૂપ શત્રુઓને શક્તિમાન બનાવે છે – તે બે વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ.’
મને બરાબર યાદ છે કે મારા પિતાનો દિવસ બરાબર સવારે ચારને ટકોરે શરૂ થઈ જતો. ભળભાંખળું થાય તે પહેલાં તે નમાજ કરતા. નમાજ પછી અમારા ઘરથી ચાર માઈલ દૂર આવેલ અમારી માલિકીના નાળિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. ત્યાર પછી જ તેઓ નાસ્તો કરતા. આ નિયમ તેમણે પોતે છ દાયકા પસાર કરી ગયા ત્યાં સુધી ચાલુ રાખ્યો હતો. મારા સમગ્ર જીવન દરમિયાન મેં મારા વિજ્ઞાન અને ટેકનોલૉજીના જગતમાં પણ મારા પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતાએ મારી સામે પ્રગટ કરેલ પાયાનાં સત્યોને સમજવા પ્રયત્ન કર્યો છે અને નિશ્ચયાત્મક રીતે અનુભૂતિ કરી છે કે વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ અસ્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિને તેની મૂંઝવણ, દુઃખો, ઉદાસીનતા અને નિષ્ફળતાની પળોમાં તેનાથી ઉપર ઉઠાવે છે અને તેના સાચા – આદિમ સ્થળ તરફ દોરે છે અને એક વખત વ્યક્તિ પોતાનાં શારીરિક અને સાંવેગિક બંધનોથી મુક્ત થાય છે, તરત તે મુક્તિ, આનંદ અને મનની શાંતિના માર્ગ પર ગતિ કરવા લાગે છે.
હું લગભગ છ વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાએ યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડી (તેને ‘સેતુ કરાઈ’ પણ કહેતા) લઈ જવા લાકડાનું વહાણ બાંધવાનું શરૂ કર્યું. તેમણે આ કામ પોતાના એક સંબંધી અહમદ જલાલુદ્દીન – જે પાછળથી મારાં બહેનને પરણ્યા –ની મદદથી દરિયાકાંઠે શરૂ કર્યું. હું આ વહાણને આકાર લેતું જોતો. વહાણનું કાઠું તથા તળિયું વનની આગની ગરમીથી મજબૂત બન્યાં હતાં. મારા પિતા આ વહાણની મદદથી પોતાનો વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા, જ્યારે એક દિવસ સો માઈલની ઝડપે આવેલ પવનનું વાવાઝોડુ સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું. ત્યાં આવેલ પંબન-પુલ પણ તેના પરથી જતી, મુસાફરોથી લદાયેલી ટ્રેન સાથે તૂટી પડ્યો. અત્યાર સુધી મેં દરિયાનું માત્ર સૌંદર્ય જ જોયું હતું. હવે તેની અનિયંત્રિત ઊર્જા મને તેનું નવું જ દર્શન આપી ગઈ. જ્યારે વહાણનો અકાળે અંત આવ્યો ત્યારે જલાલુદ્દીન, અમારી ઉંમર વચ્ચે તફાવત છતાં, મારા ગાઢ મિત્ર બની ચૂક્યા હતા. તેઓ મારાથી લગભગ પંદર વર્ષ મોટા હતા અને મને ‘આઝાદ’ કહીને બોલાવતા. અમે દરરોજ સાંજે લાંબે સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને હું મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. યાત્રાળુઓથી સતત છલકાતા રામેશ્વરમનું વાતાવરણ જ આવી ચર્ચાને ઉત્તેજન પૂરું પાડતું. અમારું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ હોય. દેશના દૂરસુદૂરના ભાગોમાંથી આવતા યાત્રાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરે, તેવા જ ભાવથી અમે પણ પ્રદક્ષિણા કરતા અને અમારાં મન અને શરીરમાં અદશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા.
જલાલુદ્દીન ખુદા વિશે એવી રીતે વાત કરતા, જાણે કે તેઓ એના કોઈ ભાગીદાર હોય, તેમજ તેમની શંકાઓ ખુદા સામે એવી રીતે રજૂ કરતા, જાણે કે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય. હું જલાલુદ્દીન સામે એકીટશે જોયા કરતો. પછી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરતા, મંત્રો બોલતા, વિધિઓ કરતા અને નિર્ગુણ, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઊંડો પૂજ્યભાવ પ્રગટ કરતા તથા મંદિરની પ્રદક્ષિણા કરતા. હું વિશાળ યાત્રાળુઓના સમૂહને જોતો. મને એ બાબતે કદી પણ શંકા ન થતી કે મંદિરમાં થતી પ્રાર્થના પણ અમારી મસ્જિદમાં થતી નમાજની જેમ એક જ સ્થાને પહોંચે છે, પણ જલાલુદ્દીનની વાતો સાંભળ્યા પછી મને એ વિચાર આવતો કે શું જલાલુદ્દીનને ખુદા સાથે કોઈ વિશિષ્ટ સંપર્ક તો નથી ને ! જલાલુદ્દીનનું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબની તાણભરી પરિસ્થિતિને કારણે ખૂબ જ ઓછું હતું. કદાચ આ જ પરિબળ હશે કે તેઓ મને હમેશાં મારા અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળવવા પ્રોત્સાહિત કરતા અને મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. પોતાની ઓછપ માટેનો આંશિક ગુસ્સો પણ મેં તેમનામાં ક્યારેય નથી જોયો. ઉલ્ટાનું, જિંદગીએ તેમને જે કંઈ આપ્યું હતું તે માટે તેઓ હંમેશાં કૃતજ્ઞતા પ્રગટ કરતા.
દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક-આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. મને વારસામાં મારા પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મશિસ્ત મળ્યાં; મારી માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યાં. મારાં ત્રણ ભાઈ-બહેનોને પણ તે મળ્યાં. મને લાગે છે કે મેં જે સમય જલાલુદ્દીન અને સમશુદ્દીન સાથે ગાળ્યો, તેણે મારા બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો અને તેને પરિણામે જ મારી પછીની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું. જલાલુદ્દીન તથા સમશુદ્દીનને જીવનની શાળામાંથી મળેલ ડહાપણ નિઃશબ્દ સંદેશાઓ દ્વારા એવું આંતરપ્રેરિત અને સંવેદનશીલ હતું કે નિઃશંકપણે કહી શકું છું કે મારામાં આગળ જતાં જે સર્જનાત્મકતા પ્રગટી તે બાળપણમાં મળેલી તેમની સંગતનું જ પરિણામ હતું. બાળપણમાં મારા ત્રણ ગાઢ મિત્રો હતા – રામાનંદ શાસ્ત્રી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણે છોકરાઓ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા, પરંતુ બાળકો તરીકે, અમારામાંથી કોઈ પણ, ધાર્મિક તફાવત કે ઉછેર છતાં, પરસ્પર જુદાપણું અનુભવતા ન હતા. અગત્યની બાબત તો એ હતી કે રામાનંદ શાસ્ત્રી તો રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણન શાસ્ત્રીનો પુત્ર હતો. મોટો થયો ત્યારે તેણે જ પિતા પાસેથી મંદિરનું પૂજારીપદ સંભાળ્યું હતું. અરવિંદન ત્યાં આવતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવી આપવાના વ્યવસાયમાં પડ્યો અને શિવપ્રકાશન રેલવેમાં ભોજન પૂરું પાડવાના કોન્ટ્રેક્ટમાં પડ્યો હતો. દર વર્ષે યોજાતા શ્રી સીતારામ કલ્યાણમ ઉત્સવમાં અમારું કુટુંબ ખાસ પ્લેટફૉર્મવાળા વહાણની ગોઠવણ કરી આપતું. જેમાં અમારા ઘર નજીક આવેલ રામતીર્થ નામના તળાવની વચ્ચે આવેલ લગ્નની જગ્યાએ (મંદિરથી) ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવતી. મારાં મા તથા દાદી અમને બાળકોને દરરોજ રાત્રે સૂવા વખતે રામાયણના પ્રસંગો તથા પયગંબરના જીવનપ્રસંગોની વાર્તાઓ કરતાં.
રામેશ્વરમ એલિમેન્ટરી સ્કૂલમાં હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે, એક દિવસ, એક નવા શિક્ષક અમારા વર્ગમાં આવ્યા. હું ત્યારે ટોપી પહેરતો, જેને કારણે મુસ્લિમ તરીકે ઓળખાતો હતો. હું હંમેશાં પ્રથમ બાંકડે અને રામાનંદ શાસ્ત્રીની બાજુમાં જ બેસતો. તે ત્યારે યજ્ઞોપવીત પહેરતો. આ નવા શિક્ષક હિન્દુ પૂજારીનો છોકરો મુસલમાન છોકરા સાથે બેસે તે સહન કરી ન શક્યા. ત્યારે સમાજમાં જે ઊંચ-નીચની વ્યવસ્થા હતી તે ન્યાયે મને છેલ્લે બાંકડે જઈ બેસવાની તેમણે આજ્ઞા કરી, હું તો ખૂબ ઉદાસીન થઈ ગયો. રામાનંદ શાસ્ત્રી પણ. મેં જ્યારે છેલ્લે બાંકડે મારી બેઠક બદલાવી, ત્યારે તેની આંખમાં હતાશા પથરાઈ ગઈ. ત્યારની તેની રડતી છબી મારા પર અમીટ છાપ મૂકી ગઈ છે. શાળા પૂરી થયા બાદ અમે બંને ઘેર ગયા અને અમારા વડીલોને આ ઘટનાની વાત કરી. લક્ષ્મણન શાસ્ત્રીએ તરત જ શિક્ષકને બોલાવ્યા અને અમારી હાજરીમાં જ શિક્ષકને કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. તેમણે શિક્ષકને સ્પષ્ટ કહ્યું કે કાં તો તે માફી માગે અથવા ગામ છોડી દે. શિક્ષકે માફી માગી, એટલું જ નહીં, પણ લક્ષ્મણન શાસ્ત્રીની નિશ્ચયાત્મક દષ્ટિને પરિણામે તેઓ સુધરી પણ ગયા.
પણ, એકંદરે જોઈએ તો, રામેશ્વરમનો નાનકડો સમાજ જુદાં જુદાં ચોક્કસ સ્તરોમાં વહેંચાયેલો હતો અને વિવિધ સમાજિક જૂથોના ભેદભાવની બાબતોમાં આત્યંતિક રીતે રૂઢિચુસ્ત હતો. આ બધા વચ્ચે પણ, જોકે, અમારા વિજ્ઞાનશિક્ષક શિવસુબ્રમણ્યા ઐયર, ભલે પોતે જુનવાણી બ્રાહ્મણ તથા ખૂબ જ રૂઢિચુસ્ત પત્નીવાળા હોવા છતાં, કંઈક બળવાખોર જેવા હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા, જેથી વિવિધ સમાજોમાંથી આવતા લોકો સરળતાથી હળીમળી શકે. તે મારી સાથે કલાકો ગાળતા અને કહેતા, ‘કલામ, હું તને એટલો વિકસિત જોવા માગું છું, જેથી તું મોટાં શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે.’
એક દિવસ તેમણે મને ભોજન માટે આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે મને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે મને પોતાના હાથે ભોજન પીરસ્યું અને મારી બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં અમને નીરખતાં હતાં. મને વિચાર આવતો હતો કે હું જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? હું જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું મને આમંત્રણ આપ્યું. મારો ખચકાટ જોઈ, મને મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા, ‘એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.’ જ્યારે હું બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની મને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું.
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 07:06 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

વ્યક્તિ અને તેમની ઉક્તિઓ મહાન વ્યક્તિઓના- મહા સૂત્ર


                                                                                          સંકલન- કૌશિક કાનાણી
 
‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ – મહાત્‍મા ગાંધી
‘‘જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ – નરસિંહ મહેતા
‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ – ટીપુ સુલતાન
‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ – બાજીરાવ પહેલો
‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયારહો. ’’ – સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ – બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ – સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ – ખબરદાર
‘‘ જય જગત. ’’ – વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ – ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા.’’ – ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર.’’ – અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ – નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ – મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ – અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ – કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ – ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ – બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ – મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ – કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ – બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ – નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ – પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ -� લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ – અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ – મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાનહજુ માણસથી નિરાશ નથી થયા. ’’ – રવીન્‍દ્રનાથટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ – જવાહરલાલનહેરુ
‘‘જીવન દરમિયાન� મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ – ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ – કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ – મહાત્‍માગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ – મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ – મહાત્‍માગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ – શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ – જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ -� રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ – મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ – આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ – મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ – ઇન્દિરા ગાંધી
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 06:55 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

બુધવાર, 29 જુલાઈ, 2015

ગુરૂપુર્ણેમા વિશે શાળામા બોલવા યોગ્ય



                                                ગૂરૂ પુર્ણિમા                        
સંકલન :  કૌશિક કાનાણી
અષાઢ સુદ પુર્ણીમા એટલે ગુરુ પુર્ણીમા. આ દીવસે શીષ્ય ગુરુનું પુજન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવા ગુરુદક્ષીણા આપે છે. શાસ્ત્રો અને પંડીતો આ વીષે શું કહે છે તેની મને માહીતી નથી, પરંતુ સત્યનો સાક્ષાત્કાર કરનાર એક પ્રજ્ઞાપુરુષના ગુરુ અને પુર્ણીમા વીષેના ઉદ્ગારોની મારા મન પર પડેલી અસરનું જે કંઈક સ્મરણ છે તે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ. એમાંથી જો કોઈ સત્યનો આભાસ થાય તો એ આ પ્રજ્ઞાપુરુષનો પ્રતાપ ગણવો અને માત્ર શબ્દોની રમતનો ભાસ થાય તો મારી સમજણની ઉણપ સમજવી.
પંડીતો દ્વારા રચાયેલા શાસ્ત્રોમાં માત્ર શબ્દોનો સંગ્રહ હોય છે, સત્ય તરફનો નીર્દેશ નહીં. પ્રજ્ઞાપુરુષોના ઉદ્ગારોમાં સત્ય પ્રતી આંગળી ચીંધવાનો પ્રયત્ન હોય છે, કેમ કે શબ્દો દ્વારા સત્ય કદી આપી શકાતું નથી. એના તરફ માત્ર ઈશારો કરી શકાય.
 ગુરુ કોણ? જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અને જે એના તરફ ઈશારો કરવાને શક્તીમાન હોય છે તે. સત્યનો સાક્ષાત્કાર કરનાર બધા જ એને વ્યક્ત કરવાને સમર્થ હોય છે એમ હોતું નથી. વળી શીક્ષકને ગુરુ માની લેનારાં સાવ ભોળાં લોકો પણ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. અને શીરા માટે શ્રાવક થનારાનો ક્યાં તોટો છે? આથી કેહવાતા ગુરુ પણ ઘણા છે.
અહીં આપણે સાચા ગુરુ વીષે વાત કરીશું. ગુરુને અષાઢી પુર્ણીમાના ચંદ્રની ઉપમા આપી છે. શીષ્ય સત્યનો પ્રકાશ- તમારે ભગવાન કહેવું હોય તો ભગવાનનો સીધો પ્રકાશ ઝીલી ન શકે, કેમ કે સત્ય એ સુર્ય સમાન છે. સુર્ય સામે આપણે સીધું જોઈ ન શકીએ. પ્રયત્ન કરશો તો પ્રકાશને બદલે અંધારું મળશે. પરંતુ જેમ ચંદ્ર સુર્યનો પ્રકાશ ઝીલી આપણને પાછો આપે છે તો તે શીતળ ચાંદનીનો પ્રકાશ આપણા માટે આનંદ દાયક છે. તેવી જ રીતે ગુરુના માધ્યમ વડે આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ.
આ સમજવા જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેમના ઉદ્ગારો જોઈએ. જેમ કે મીરાંબાઈ-એમણે ગાયું છે
ઉંચા ઉંચા આભમાં ને ઉંચા ઉંચા ડુંગરાની
ઉંડીરે   ગુફામાં  મારો  દીવડો  બળે   રે ………
એ દીવડો કેવો છે?
લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભાનુ રે
દીવડા  અગાડી  મારા  ઝાંખા  પડે   રે…………
ભાનુ એટલે સુર્ય અને કોટી કોટી એટલે કરોડો.
કરોડો સુર્યનો પ્રકાશ આપણે ઝીલી ન જ શકીએ. આથી સત્યનો ગુરુ દ્વારા આડકતરી રીતે જ પરીચય પામી શકાય.

પરંતુ અષાઢી પુર્ણીમાને જ કેમ ગુરુ પુર્ણીમા કહી?
 આપણા દેશમાં અષાઢ માસ ખાસ વરસાદનો મહીનો ગણાય. વરસાદ પડી ગયો હોય અને આ દીવસે જો આકાશ ખુલ્લું હોય તો ચંદ્રમાનો પ્રકાશ બહુ સ્પષ્ટ લાગે છે. કેમ કે વરસાદ પડી જવાને કારણે હવામાં ધુળની રજકણો બીલકુલ હોતી નથી. પરંતુ અષાઢ માસમાં આકાશમાં વરસાદ કે વાદળો ન હોય એવું બહુ ઓછું બને- ગુરુ મળવા બહુ દુર્લભ છે. એ તરફ આ ઈશારો છે. એમ છતાં જો ગુરુ મળે તો અષાઢી પુિર્ણમાના ચંદ્રમાની જેમ બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.
 વળી ગુરુ એક સમયે શીષ્ય અત્યારે જે સ્થીતીમાં છે તે સ્થીતીમાં રહી ચૂક્યા છે. આથી ગુરુ શીષ્યની સ્થીતી બરાબર સમજે છે. અને ગુરુને અનંત પ્રકાશનો પણ અનુભવ થઈ ચૂક્યો છે. આથી જ એ શીષ્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 03:40 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

શનિવાર, 18 જુલાઈ, 2015

TET1 ONLINE CHALAN BHARVA MATE

TET1 ONLINE CHALAN BHARVA MATE   CLICK HERE
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 04:40 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

G.K

             ગુજરાત નોલેજ 
                   kananikaushik.blogspot.in
kananikaushik.blogspot.in


kananikaushik.blogspot.in


kananikaushik.blogspot.in


kananikaushik.blogspot.in
             સમાનાર્થી શબ્દો 


kananikaushik.blogspot.in


kananikaushik.blogspot.in


kananikaushik.blogspot.in
             રૂઢીપ્રયોગ 

kananikaushik.blogspot.in

આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 04:28 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

ગુજરાત જનરલ નોલેજ



આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 04:13 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

રવિવાર, 12 જુલાઈ, 2015

TET 1 FORM APPLY

APPLY ONLINE          Last : 20-07-2015 Exam : 23-08-2015
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 02:19 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

ગુરુવાર, 25 જૂન, 2015

TET - 2 (Std 06 to 08) Syllabus

TET - 2 (Std 06 to 08) Syllabus 

click here 


Displaying TET%20TAT%20INFO.docx.pdf.

 

આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 12:25 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

RBI Recruitment for 504 Assistant

RBI Recruitment for 504 Assistant   last : 03-07-2015













APPLY ONLINE 
આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 12:00 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

બુધવાર, 24 જૂન, 2015

TET 2 FORM ONLINE

APPLY ONLINE



આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 11:57 PM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

SSC Combined Higher Secondary Level (CHSL) Details | Apply Online last : 13-07-2015 (6578 Posts)

SSC Combined Higher Secondary Level (CHSL) 

Apply online  last : 13-07-2015 (6578 Posts) 


આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 11:52 PM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

ગુરુવાર, 4 જૂન, 2015

Dena Gujarat Gramin Bank Officers & Office Assistant Posts : Details | Apply Online last : 17-06-2015


Dena Gujarat Gramin Bank Officers & Office Assistant Posts : 
 
last : 17-06-2015 




Bank Jobs, Dena Bank, Rural Bank
Dena Gujarat Gramin Bank Recruitment 2015 for Officer / Office Assistant (Multipurpose) Posts :

Posts :
1. Officer Scale-I
2. Officer Scale-II
3. Officer Scale-III
4. Office Assistant (Multipurpose)

Age (As on 01-07-2014) :
1. Officer Scale- I, II & III : Above 18 years - Below 28 years
2. Office Assistant (Multipurpose) - Between 18 years and 28 years 
(Age Relaxation as per Government Norms)

Educational Qualification : Any Graduate + IBPS RRB CWE September/ October 2014 Valid Score card.

Important Dates :
Payment of Application Fees : 
Opening date for Online Registration : 02.06.2015
Last Date for Online Registration : 17.06.2015
 
APPLY ONLINE  CLICK HERE





આમના દ્વારા પોસ્ટ કરેલા Kaushik પર 02:16 AM ટિપ્પણીઓ નથી:
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો
નવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)

Wikipedia

શોધ પરિણામો

Translate

બ્લૉગ આર્કાઇવ

મારા વિશે

Kaushik
મારી સંપૂર્ણ પોફાઇલ જુઓ

લોકપ્રિય પોસ્ટ્સ

  • મતદાર યાદીમા તમારુ નામ ,ભાગનંબર, બિએલઓ નામ ફોન નંબર જાણવા
    .   મતદાર યાદીમા તમારુ નામ ,ભાગનંબર, બિએલઓ નામ ફોન નંબર જાણવા                                     અહી ક્લિક કરો
  • ડૉ. ભીમરાવ રામજી આંબેડકર
    ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ડૉ.ભીમરાવ આંબેડકર ડૉ. ભીમરાવ આંબેડકર જન્મની વિગત એપ્રિલ ૧૪ , ૧૮૯૧ [૧] મહુ, મધ્ય પ્રદેશ , ભારત [...
  • Department of Atomic Energy Heavy Water Board Direct Recruitment
       MORE DETAIL:       CLICK HERE        Advertisement No. Name Of Post Apply Start Date Date Of Closing Status HWB/02/2014/01 CATEGO...
  • વ્યક્તિ અને તેમની ઉક્તિઓ મહાન વ્યક્તિઓના- મહા સૂત્ર
                                                                                              સંકલન- કૌશિક કાનાણી   ‘ ‘મારા જેવા અલ્‍પાત્‍...
  • તલાટી મંત્રી માટેની પરીક્ષા નો અભ્યાસક્રમ
    તલાટી મંત્રી માટેની પરીક્ષા નો અભ્યાસક્રમ
  • VIDYASAHAYAK BHARTI STD -6-8 LANGUAGE BHARTI SECOND ROUND DECLARED
    DOWNLOAD CALL LETTER :    CLICK HERE
  • G.K
                 ગુજરાત નોલેજ                     kananikaushik.blogspot.in kananikaushik.blogspot.in kananikaushik.blogspot.in ...
  • ગુજરાતના અભ્યારણ્યની વિગતવાર માહિતી
    સંકલન :     કૌશિક કાનાણી ગુજરાતના અભ્યારણો                              ગિર સિંહનું અભયારણ્ય  સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. ...
  • (SAURASTRA UNIVARSITY) B.com SEM 1 EXTERNAL RESULT
           CLICK HERE
  • SSA ( SARV SIKSHA ABHIYAN ) RECRUITMENT
       SSA ( SARV SIKSHA ABHIYAN ) RECRUITMENT APPLY ONLINE & DETAI L   CLICK HERE
ઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.