બાબાસાહેબ આંબેડકરના પ્રસંગો
સંકલન :કૌશિક કાનાણી
બાબાસાહેબ આંબેડકરના ચરિત્રને સમજવાની, પારખવાની, મૂલવવાની ખૂબ જ‚ર છે. તેમને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા એ જ તેમને આપેલી સાચી અંજલિ ગણાય. તેઓ માત્ર દલિતો કે અસ્પૃશ્યોના નેતા હતા એમ કહેવું તેમને બહુ મોટો અન્યાય થશે અને તેમનું અવમૂલ્યન પણ કહેવાશે. તે સાચા અર્થમાં એક સમર્થ રાષ્ટ્રનેતા હતા. નૂતન ભારતના નિર્માણમાં તેમનું યોગદાન મૂલ્યવાન છે. નાના નાના પ્રસંગો ડા. બાબાસાહેબનો દ્ષ્ટિકોણ, તેમની રચનાત્મક દ્ષ્ટિનો પરિચય આપે છે. ‘અમે અસ્પૃશ્ય નથી, તમારા જેવા જ માણસો છીએ’ આ તેમની ભૂમિકા રહી. તે માટે અવિરત પરિશ્રમ કરવો, બધાએ ભણવું, શાણા થવું, સમાજનું કલ્યાણ કરવું એવી તેમની ઇચ્છા રહેતી. તે માટે જ તેમણે ઔરંગાબાદમાં મિલિંદ કાલેજ શ‚ કરી હતી.
એકવાર તેઓ મિલિંદ કાલેજમાં આવ્યા હતા. બાબાસાહેબ કાંઈક વાંચવામાં મશગૂલ હતા તેવામાં હાથમાં ડફલી લઈને મરીમાતાનાં ગીતો ગાતો એક માણસ આવ્યો. બાબાસહેબને જે વાત પર ગુસ્સો આવે એવું જ તે માણસ કરી રહ્યો હતો. બાબાસાહેબને વાંચવામાં વિક્ષેપ પડવા માંડ્યો. તે નાચનાર માણસને તેમણે પૂછ્યું, ‘અરે, તારું નામ શું છે?’ ‘મારું નામ મરીબા વાઘવસે. મારા કુળનો આ ધંધો છે.’ પેલા માણસે જવાબ આપ્યો. ‘તો પછી અહીં શા માટે નાચી રહ્યો છે?’ બાબાસાહેબે પ્રશ્ર્ન પૂછ્યો. ‘તમારું નામ સાંભળ્યું છે. આપણી જાતિના ઉદ્ધાર માટે તમે દિવસરાત કામ કરો છો, તમે અહીં પધાર્યા છો તે જાણ્યું, આનંદ થયો. તમને એક દેવ તરીકે હું જોઉં છું અને પૂજા કરું છું. તમારો ફોટો પણ ઘરમાં મૂક્યો છે. થોડીવાર તમારું મનોરંજન કરવા અહીં આવ્યો છું.’ મરીબાએ કહ્યું.
‘મારી જાતિનો તું, મારો ભક્ત કહેવડાવે છે અને અહીં નાચે છે! શરમ નથી આવતી તને?’ ડા. બાબાસાહેબ આંબેડકર ગુસ્સામાં બોલ્યા.
મરીબા ગરદન ઝુકાવીને ઊભો રહ્યો. ડા. બાબાસાહેબનો ગુસ્સો શાંત થયો. પછી તેમણે કહ્યું, ‘મરીબા... આ જૂના રીતરિવાજો આપણા ખભા પર ભૂતની માફક ચઢી બેઠા છે. આ રીતરિવાજોએ આપણી ‘માણસાઈ’ ભૂલવી નાંખી અને આપણે પશુની માફક જીવવા લાગ્યા. આપણે માણસ છીએ. આ ‚ઢિની મઢી આપણે ફેંકી દેવી જોઈએ.’ મરીબા શાંતિથી સાંભળતો હતો. તેણે કહ્યું, ‘મને માફ કરો.’
ડા. બાબાસાહેબે કહ્યું ‘મરીબા, માણસ તરીકે જીવ. પરિશ્રમ કર, ભીખ માંગતો નહીં, મરીમાતાની ફેરી કરીશ નહીં, માણસ તરીકે વર્તન કર.’ મરીબાએ ડફલી ફેંકી દીધી. બાબાસાહેબના ચરણસ્પર્શ કરીને મહેનત કરીને જીવન ગુજારવાની પ્રતિજ્ઞા લીધી.
એક નાનકડો પ્રસંગ પણ કેટલું બધું કહી જાય છે! મહાપુરુષોનું જીવન કેવું અદ્ભુત હોય છે! તેઓ પોતાના જીવનકાળમાં તો મહાન કાર્યો કરી જ જાય છે, પરંતુ તે પછી પણ આવનારી પેઢીઓને પ્રેરણા, પ્રોત્સાહન, શ્રદ્ધા, વિશ્ર્વાસ... પ્રાપ્ત થતાં રહે છે. માણસની અમરતા એ હકીકતમાં રહેલી છે કે તેનો સંદેશ હંમેશાં પ્રસ્તુત અને જીવંત રહે છે.
ઉપરના પ્રસંગ પરથી પહેલી વાત તો એ સ્પષ્ટ દેખાઈ રહી છે કે ડા. આંબેડકર કોઈ એક વર્ગના નેતા ન હતા પરંતુ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. રીતરિવાજો જેમના ખભા પર ભૂતની જેમ ચઢી બેઠા છે તેમને સૌને ‘માણસ’ બનવાની હાકલ તેઓ કરી રહ્યા છે. ભીખ ન માંગવી અને પરિશ્રમ કરવો એ પણ સૌને માટેનો સંદેશ છે.
તેમણે અસ્પૃશ્યતા, શોષણ અને અન્યાયની સમસ્યાને રાષ્ટ્રના વ્યાપક સંદર્ભમાં જોઈ અને જોવાનું શીખવ્યું. કોઈ પણ સમસ્યાનો ઉકેલ ‘સાચો માણસ’ બનવામાં છે એ તેમણે બતાવ્યું તેથી ડા. બાબાસાહેબ આંબેડકરનું નામ આ ભૂમિના મનીષીઓ અને યુગપુરુષોમાં મૂકી શકાય એવું છે. એમની વાતો તાત્કાલિક સમસ્યાઓને કારણે ભલે પ્રગટી હશે, પરંતુ તે વાતો શાશ્ર્વત અને દીર્ઘકાલીન સત્યો તરફ લઈ જનારી છે.
ઉપરનો પ્રસંગ એ પણ સૂચવે છે કે દરેકે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડે છે. બીજાની સહાનુભૂતિ, શ્રદ્ધા, સહયોગ હોવાં જોઈએ પરંતુ તે માટે કોઈની દયા કે ભીખની જ‚ર નથી. પોતે પરિશ્રમ કરીને સ્વમાનથી જીવવાની તેમણે વાત કરી જે કોઈ પણ સમસ્યા અને સ્થળ-કાળ માટે સાચી છે. ઉપરના પ્રસંગ પરથી ત્રીજી વાત જે સ્પર્શી જાય છે તે છે તેમના વ્યક્તિત્વ અને શબ્દોની અસરકારકતા. આજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્વાનો, નેતાઓ આટલું બધું કહે છે અને છતાં લોકોના મન પર નહીંવત્ અસર થાય છે અને ડા. આંબેડકરના શબ્દોથી એક સામાન્ય ડફલીવાલો પ્રભાવિત થયો, પોતાની વર્ષો જૂની ‚ઢિને એક ક્ષણમાં હંમેશને માટે છોડવા તૈયાર થઈ ગયો! એ કેવી વાત કહેવાય? આમ તો ડા. આંબેડકર તેના પર ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેમનો ગુસ્સો પોતાના કલ્યાણ માટે જ છે એ પેલો અબુધ, અભણ મરીબા કઈ રીતે સમજી શક્યો એ વિચારવા જેવી બાબત છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો