આ બ્લૉગ શોધો
સોમવાર, 14 માર્ચ, 2016
Post Office Bharti 2016 for 1242 Postman & Mail Guard Posts
APPLY ONLINE CLICK HERE
NOTIFICATION CLICK HERE
Post Office Bharti 2016 for 1242 Postman & Mail Guard Posts
Notification No.- R&E/2-9/DR/2015-16
▶Scale of Pay:
1. Postman : Rs. 5200-20200 with a grade pay of Rs. 2000/- + Admissible allowances.
2. Mail Guard : Rs. 5200-20200 with a grade pay of Rs. 2000/- + Admissible allowances.
1. Postman : Rs. 5200-20200 with a grade pay of Rs. 2000/- + Admissible allowances.
2. Mail Guard : Rs. 5200-20200 with a grade pay of Rs. 2000/- + Admissible allowances.
▶Post Name :
1. Postman - 1220
2. Mail Guard -22
1. Postman - 1220
2. Mail Guard -22
▶Education Qualification:
10th Pass
10th Pass
■ Division wise Seats ■
▶▶PostMan:1220 Posts
01. Ahmedabad GPO: 47
02. Ahmedabad City: 222
03. Gandhinagar: 64
04. Sabarkantha, Himatnagar: 13
05. Mahesana: 41
06. Banakshantha, Palanpur: 12
07. Patan: 11
08. Amreli: 19
09. Bhavnagar: 65
10. Gondal: 23
11. Jamnagar: 40
12. Junagadh: 45
13. Kachchh-Bhui: 37
14. Porbandar: 18
15. Rajkot: 75
16. Surendranagar: 21
17. Anand: 33
18. Bardoli: 16
19. Bharuch: 44
20. Kheda-Nadiad: 39
21. Navsari: 26
22. Panchmahal (Godhra): 40
23. Surat: 96
24. Vadodara (East): 75
25. Vadodara (West): 65
26. Valsad: 33
02. Ahmedabad City: 222
03. Gandhinagar: 64
04. Sabarkantha, Himatnagar: 13
05. Mahesana: 41
06. Banakshantha, Palanpur: 12
07. Patan: 11
08. Amreli: 19
09. Bhavnagar: 65
10. Gondal: 23
11. Jamnagar: 40
12. Junagadh: 45
13. Kachchh-Bhui: 37
14. Porbandar: 18
15. Rajkot: 75
16. Surendranagar: 21
17. Anand: 33
18. Bardoli: 16
19. Bharuch: 44
20. Kheda-Nadiad: 39
21. Navsari: 26
22. Panchmahal (Godhra): 40
23. Surat: 96
24. Vadodara (East): 75
25. Vadodara (West): 65
26. Valsad: 33
▶▶Mail Guard Cadre in Railway mail Service (RMS): 22
1) RMS AM’ Division Ahmadabad:11
2) RMs ‘W’ Division Vadodara:11
2) RMs ‘W’ Division Vadodara:11
શનિવાર, 12 માર્ચ, 2016
ગુરુવાર, 10 માર્ચ, 2016
બુધવાર, 9 માર્ચ, 2016
સોમવાર, 2 નવેમ્બર, 2015
મતદાર યાદીમા તમારુ નામ ,ભાગનંબર, બિએલઓ નામ ફોન નંબર જાણવા
સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015
H-TAT HALL TICKET AVAILABLE NOW
H-TAT HALL TICKET AVAILABLE NOW CLICK HERE
શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015
આંબેડકર અને ધર્મ
સંકલન: કૌશિક કાનાણી
ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ વિશે વિશદતાથી લખ્યું છે, અને હિન્દુ ધર્મની ત્રુટિઓ અને ઊણપો વિશે ગંભીરતાથી વિશ્લેષણ કર્યું છે. એમનો
આક્રોશ તત્કાલીન સમાજની દુર્વ્યવસ્થા તરફ હતો અને આજે આપણે આપણી સર્ચલાઈટ
ભૂતકાળમાં ફેંકીએ તો એ આક્રોશ ન્યાય્ય લાગે છે. ડૉ. આંબેડકર ભારતવર્ષના બહુ
ઓછા મૌલિક વિચારકોમાં હતા, જેમનામાં પોતાનાં
મંતવ્યો પ્રકટ કરવાનું સાહસ હતું. એમણે એ જ મૌલિકતા મુસ્લિમ સમાજ
વિશેનાં એમનાં મંતવ્યોમાં બતાવી છે. ભારતના ઇતિહાસની પ્રમુખ
રાજનીતિક ઘટનાઓ વિશે એમના વિચારો આજે પણ એટલા જ વેધક અને ઈમાનદાર લાગે છે.
ઑક્ટોબર 11, 1951ને દિવસે કેન્દ્રમાંથી કાનૂન મંત્રી
ડૉ. આંબેડકરે ત્યાગપત્ર આપ્યું ત્યારે એમણે બિસ્માર્ક અને
બર્નાર્ડ શૉના ઉદાહરણો આપ્યા હતાં. એમણે 1954માં નમક પરનો કર પાછો
લાવવાની હિમાયત કરી હતી અને આ વીસ કરોડની
ટૅક્સ-આમદનીમાંથી "ગાંધી ટ્રસ્ટ ફંડ ફૉર શિડ્યુલ્ડ કાસ્ટ્સ"
બનાવવાનું સૂચન કર્યું હતું. સાયમન કમિશનની ડૉ. આંબેડકરે તરફદારી કરી હતી. 1942ના "ભારત
છોડો" આંદોલનનો વિરોધ કરનાર ડૉ. આંબેડકરે સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટીના
ચેરમેન તરીકે એમની અંતિમ ઐતિહાસિક સેવા આપી હતી.
ડૉ. આંબેડકરે જેમ હિન્દુઓની ઊણપો વિશે લખ્યું છે એમ મુસ્લિમ
કમીઓ વિશે પણ વિસ્તૃત લખ્યું છે. 1940ના અરસામાં ડૉ.
આંબેડકરનું પુસ્તક "થૉટ્સ ઑન પાકિસ્તાન" પ્રકટ
થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય પરાકાષ્ઠાએ હતું. આ પુસ્તકનાં 151થી 182 સુધીનાં પૃષ્ઠો પર
મુસ્લિમોએ હિન્દુઓ પર કરેલા અમાનુષી જુલ્મોનું સવિસ્તર બયાન
છે, જેની સામે સને 2002ની ગુજરાતની હિંસા
તદ્દન સામાન્ય લાગે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર 8,
1920ને
દિવસે લખ્યું હતું કે, મૌલાના શૌકતઅલીએ કહ્યું હતું કે
હિન્દુઓ "વંદેમાતરમ"નો નારો લગાવશે તો મુસ્લિમો
"અલ્લહો-અકબર" પોકારશે.
1930-31ના અસહકાર આંદોલનનો મુસ્લિમોએ વિરોધ
કર્યો હતો. ફેબ્રુઆરી 25, 1931ને દિવસે ભગતસિંહને ફાંસી આપ્યા પછી
કાનપુરમાં કેટલાક મુસ્લિમ દુકાનદારોએ દુકાનો બંધ
કરવાની ના પાડી હતી અને લોહિયાળ સંઘર્ષ થઈ ગયો હતો. હિન્દુસ્તાનનાં
હિન્દુ-મુસ્લિમ હુલ્લડોનો સટિક વર્ષવાર ઇતિહાસ ડૉ. આંબેડકરે આપ્યો છે. મુંબઈ નગરમાં
પ્રથમ હિન્દુ-મુસ્લિમ હુલ્લડ 1893માં થયું હતું એવું ડૉ. આંબેડકર નોંધે છે. તત્કાલીન મુસ્લિમ મન:સ્થિતિનું
ડૉ. આંબેડકરે તદ્દન નિષ્પક્ષભાવે અને અધિકૃત વર્ણન કર્યું છે.
ડૉ. આંબેડકર, મુસ્લિમોના ગોહત્યાના
આગ્રહ અને મસ્જિદની બહાર સંગીત બંધ કરવાની જીદ વિશે લખે
છે: ઈસ્લામિક કાનૂન બલિદાનરૂપે ગાયોની કતલ કરવાનો ક્યારેય આગ્રહ રાખતો નથી
અને હજ કરવા જતો કોઈ મુસલમાન મક્કા કે મદીનામાં ગાયોની હત્યા કરતો નથી.
પણ હિન્દુસ્તાનમાં તેમને બીજા કોઈ જાનવરની હત્યાથી સંતોષ થતો નથી. બધા જ
મુસ્લિમ દેશોમાં મસ્જિદની બહાર નિર્વિરોધ સંગીત વગાડાતું હોય છે.
અફઘાનિસ્તાન, જે સેક્યુલર મુલ્ક નથી, એ પણ મસ્જિદની બહાર વગાડાતા સંગીતનો વિરોધ કરતું નથી, પણ ઈન્ડિયામાં મુસલમાનો
સંગીત બંધ કરાવવાની જીદ કરતા જ હોય છે, કારણ કે એ હિન્દુઓ
વગાડતા હોય છે.
મુસ્લિમ નેતાઓની દુરાગ્રહી જડતાં વિશે લખતાં ડૉ. આંબેડકર એક
કિસ્સો વર્ણવે છે. 1932માં મૌલાના મોહમ્મદઅલી
રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બને છે. (ડૉ. આંબેડકર "મિસ્ટર
મોહમ્મદઅલી" લખે છે.) એમના અધ્યક્ષીય પ્રવચનમાં મિસ્ટર મોહમ્મદઅલી કહે છે કે
મહાત્મા ગાંધી આપણા યુગના જિસસ ક્રાઈસ્ટ જેવા મહાનુભાવ છે! એક વર્ષ
પછી અજમેર અને અલીગઢમાં મિસ્ટર મોહમ્મદ અલી કહે છે: મિસ્ટર ગાંધીનું
ચારિત્ર્ય ગમે તેટલું શુદ્ધ હોય, મને ધર્મની દ્રષ્ટિએ એ કોઈપણ મુસલમાન કરતાં નીચા લાગે છે, એ મુસલામન દુશ્ચરિત્ર
હોય તો પણ! એ પછી લખનૌમાં અમીનાબાદની મીટિંગમાં મોહમ્મદઅલીને પૂછવામાં આવ્યું
કે આવું વિધાન જે તમારા નામે ચડાવવામાં આવ્યું છે, સાચું છે? અને મિસ્ટર મોહમ્મદઅલીએ જરાયે સંકોચ કે હિચક વિના ઉત્તર આપ્યો: હા, મારા મઝહબ પ્રમાણે હું
કોઈપણ લંપટ અને પતિત મુસલમાનને મિસ્ટર ગાંધી કરતાં વધારે સારો
ગણું છું! ડૉ. આંબેડકર ઉમેરે છે કે કટ્ટર મુસ્લિમ કોમવાદીઓએ ગાંધી જેવા
કાફિરને જિસસની કક્ષામાં મૂક્યો એ માટે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
ડૉ. આંબેડકરે અત્યંત વિસ્ફોટક વિષયો પર અત્યંત સહજતાથી અને
સંગીન હિમ્મતથી એ દિવસોમાં લખ્યું છે. એમનો અભિગમ હિન્દુતરફી કે મુસ્લિમતરફી
નથી, પોતાના આત્માને જે યોગ્ય
લાગ્યું એ ઈમાનદારીથી એમણે સ્પષ્ટ લખ્યું છે. જો હિન્દુસ્તાન અને
પાકિસ્તાન થવાનાં જ હોય તો હિન્દુ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો પાકિસ્તાનમાં
આવી જાય એ રીતે પ્રજાઓની ફેરબદલ કરી લેવાનું એમનું સૂચન હતું. ડૉ.
આંબેડકરના વસ્તીઓની અદલાબદલીવાળા સૂચને એ વખતે ચર્ચા જન્માવી હતી. પણ આજે
ઇતિહાસના આપણા અર્ધશતકનાં ગમગીન અનુભવ પછી ક્યારેક લાગે છે કે ડૉ.
આંબેડકરનું આ સૂચન વાસ્તવિક અને વ્યાવહારિક હતું. જો એ સ્વાતંત્ર્ય-વર્ષોમાં
હિન્દુઓ બધા જ હિન્દુસ્તાનમાં અને મુસ્લિમો બધા જ પાકિસ્તાનમાં ગોઠવાઈ
ગયા હોત તો એ સમયનો ભયાનક હિન્દુ-મુસ્લિમ મહાસંહાર ન થયો હોત, અને આજે હિન્દુસ્તાનમાં
વકરેલી લઘુમતી સમસ્યા જ ન હોત! આજના ઘણા સળગતા પ્રશ્નોનો આપોઆપ
હલ મળી જાત અને સેક્યુલર નામના શબ્દને આજની જેમ નફ્ફટ અશ્લીલતાથી સતત
ઉછાળતા રહેવાની જરૂર પણ રહેત નહીં.
ઇતિહાસ એવાં વ્યક્તિત્વોથી છલકાતો રહ્યો છે જેમને એમના સમયે
અન્યાય કર્યો છે. એમની દીર્ઘદ્રષ્ટિને નજરઅંદાજ કરી છે. પણ ભવિષ્ય જ્યારે
મોઢું ફેરવીને સિંહાવલોકન કરે છે ત્યારે એમનું પુનર્મૂલ્યાંકન થાય છે.
એમની મનીષીદ્રષ્ટિ સાચી સાબિત થાય છે. કદાચ સાચી ન હોય તો પણ વિચારપ્રેરક જરૂર
હોય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય ઇતિહાસના એવા જ એક ઇતિહાસપુરુષ
હતા અને છે.
ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2015
બાબાસાહેબ આંબેડકરના પ્રસંગો
બાબાસાહેબ આંબેડકરના પ્રસંગો
સંકલન :કૌશિક કાનાણી
બાબાસાહેબ આંબેડકરના ચરિત્રને સમજવાની, પારખવાની, મૂલવવાની ખૂબ જ‚ર છે. તેમને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા એ જ તેમને આપેલી સાચી અંજલિ ગણાય. તેઓ માત્ર દલિતો કે અસ્પૃશ્યોના નેતા હતા એમ કહેવું તેમને બહુ મોટો અન્યાય થશે અને તેમનું અવમૂલ્યન પણ કહેવાશે. તે સાચા અર્થમાં એક સમર્થ રાષ્ટ્રનેતા હતા. નૂતન ભારતના નિર્માણમાં તેમનું યોગદાન મૂલ્યવાન છે. નાના નાના પ્રસંગો ડા. બાબાસાહેબનો દ્ષ્ટિકોણ, તેમની રચનાત્મક દ્ષ્ટિનો પરિચય આપે છે. ‘અમે અસ્પૃશ્ય નથી, તમારા જેવા જ માણસો છીએ’ આ તેમની ભૂમિકા રહી. તે માટે અવિરત પરિશ્રમ કરવો, બધાએ ભણવું, શાણા થવું, સમાજનું કલ્યાણ કરવું એવી તેમની ઇચ્છા રહેતી. તે માટે જ તેમણે ઔરંગાબાદમાં મિલિંદ કાલેજ શ‚ કરી હતી.
એકવાર તેઓ મિલિંદ કાલેજમાં આવ્યા હતા. બાબાસાહેબ કાંઈક વાંચવામાં મશગૂલ હતા તેવામાં હાથમાં ડફલી લઈને મરીમાતાનાં ગીતો ગાતો એક માણસ આવ્યો. બાબાસહેબને જે વાત પર ગુસ્સો આવે એવું જ તે માણસ કરી રહ્યો હતો. બાબાસાહેબને વાંચવામાં વિક્ષેપ પડવા માંડ્યો. તે નાચનાર માણસને તેમણે પૂછ્યું, ‘અરે, તારું નામ શું છે?’ ‘મારું નામ મરીબા વાઘવસે. મારા કુળનો આ ધંધો છે.’ પેલા માણસે જવાબ આપ્યો. ‘તો પછી અહીં શા માટે નાચી રહ્યો છે?’ બાબાસાહેબે પ્રશ્ર્ન પૂછ્યો. ‘તમારું નામ સાંભળ્યું છે. આપણી જાતિના ઉદ્ધાર માટે તમે દિવસરાત કામ કરો છો, તમે અહીં પધાર્યા છો તે જાણ્યું, આનંદ થયો. તમને એક દેવ તરીકે હું જોઉં છું અને પૂજા કરું છું. તમારો ફોટો પણ ઘરમાં મૂક્યો છે. થોડીવાર તમારું મનોરંજન કરવા અહીં આવ્યો છું.’ મરીબાએ કહ્યું.
‘મારી જાતિનો તું, મારો ભક્ત કહેવડાવે છે અને અહીં નાચે છે! શરમ નથી આવતી તને?’ ડા. બાબાસાહેબ આંબેડકર ગુસ્સામાં બોલ્યા.
મરીબા ગરદન ઝુકાવીને ઊભો રહ્યો. ડા. બાબાસાહેબનો ગુસ્સો શાંત થયો. પછી તેમણે કહ્યું, ‘મરીબા... આ જૂના રીતરિવાજો આપણા ખભા પર ભૂતની માફક ચઢી બેઠા છે. આ રીતરિવાજોએ આપણી ‘માણસાઈ’ ભૂલવી નાંખી અને આપણે પશુની માફક જીવવા લાગ્યા. આપણે માણસ છીએ. આ ‚ઢિની મઢી આપણે ફેંકી દેવી જોઈએ.’ મરીબા શાંતિથી સાંભળતો હતો. તેણે કહ્યું, ‘મને માફ કરો.’
ડા. બાબાસાહેબે કહ્યું ‘મરીબા, માણસ તરીકે જીવ. પરિશ્રમ કર, ભીખ માંગતો નહીં, મરીમાતાની ફેરી કરીશ નહીં, માણસ તરીકે વર્તન કર.’ મરીબાએ ડફલી ફેંકી દીધી. બાબાસાહેબના ચરણસ્પર્શ કરીને મહેનત કરીને જીવન ગુજારવાની પ્રતિજ્ઞા લીધી.
એક નાનકડો પ્રસંગ પણ કેટલું બધું કહી જાય છે! મહાપુરુષોનું જીવન કેવું અદ્ભુત હોય છે! તેઓ પોતાના જીવનકાળમાં તો મહાન કાર્યો કરી જ જાય છે, પરંતુ તે પછી પણ આવનારી પેઢીઓને પ્રેરણા, પ્રોત્સાહન, શ્રદ્ધા, વિશ્ર્વાસ... પ્રાપ્ત થતાં રહે છે. માણસની અમરતા એ હકીકતમાં રહેલી છે કે તેનો સંદેશ હંમેશાં પ્રસ્તુત અને જીવંત રહે છે.
ઉપરના પ્રસંગ પરથી પહેલી વાત તો એ સ્પષ્ટ દેખાઈ રહી છે કે ડા. આંબેડકર કોઈ એક વર્ગના નેતા ન હતા પરંતુ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. રીતરિવાજો જેમના ખભા પર ભૂતની જેમ ચઢી બેઠા છે તેમને સૌને ‘માણસ’ બનવાની હાકલ તેઓ કરી રહ્યા છે. ભીખ ન માંગવી અને પરિશ્રમ કરવો એ પણ સૌને માટેનો સંદેશ છે.
તેમણે અસ્પૃશ્યતા, શોષણ અને અન્યાયની સમસ્યાને રાષ્ટ્રના વ્યાપક સંદર્ભમાં જોઈ અને જોવાનું શીખવ્યું. કોઈ પણ સમસ્યાનો ઉકેલ ‘સાચો માણસ’ બનવામાં છે એ તેમણે બતાવ્યું તેથી ડા. બાબાસાહેબ આંબેડકરનું નામ આ ભૂમિના મનીષીઓ અને યુગપુરુષોમાં મૂકી શકાય એવું છે. એમની વાતો તાત્કાલિક સમસ્યાઓને કારણે ભલે પ્રગટી હશે, પરંતુ તે વાતો શાશ્ર્વત અને દીર્ઘકાલીન સત્યો તરફ લઈ જનારી છે.
ઉપરનો પ્રસંગ એ પણ સૂચવે છે કે દરેકે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડે છે. બીજાની સહાનુભૂતિ, શ્રદ્ધા, સહયોગ હોવાં જોઈએ પરંતુ તે માટે કોઈની દયા કે ભીખની જ‚ર નથી. પોતે પરિશ્રમ કરીને સ્વમાનથી જીવવાની તેમણે વાત કરી જે કોઈ પણ સમસ્યા અને સ્થળ-કાળ માટે સાચી છે. ઉપરના પ્રસંગ પરથી ત્રીજી વાત જે સ્પર્શી જાય છે તે છે તેમના વ્યક્તિત્વ અને શબ્દોની અસરકારકતા. આજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્વાનો, નેતાઓ આટલું બધું કહે છે અને છતાં લોકોના મન પર નહીંવત્ અસર થાય છે અને ડા. આંબેડકરના શબ્દોથી એક સામાન્ય ડફલીવાલો પ્રભાવિત થયો, પોતાની વર્ષો જૂની ‚ઢિને એક ક્ષણમાં હંમેશને માટે છોડવા તૈયાર થઈ ગયો! એ કેવી વાત કહેવાય? આમ તો ડા. આંબેડકર તેના પર ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેમનો ગુસ્સો પોતાના કલ્યાણ માટે જ છે એ પેલો અબુધ, અભણ મરીબા કઈ રીતે સમજી શક્યો એ વિચારવા જેવી બાબત છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)